ધારીના બગીચામાંથી ગુલમહોરનું વૃક્ષ ધરાશાયી : ભેળની લારીનું પડીકું વળી ગયું

  • અચાનક બનેલી ઘટનાથી યાતાયાત થંભી ગયો
  • આખો માર્ગ બ્લોક થતાં જે.સી.બી. દ્વારા તુરંત મહાકાય વૃક્ષને હટાવી રસ્તા પરનો જામ પૂર્વવત કરવામાં આવ્યો : ભેળ સંચાલક દંપતિ ઈજાગ્રસ્ત

ધારી,
ધારીના બગીચામાં ઉભેલું એક મહાકાય ગુલમહોરનું વૃક્ષ વરસાદનો માર ન ખમી શકતા કડડડ ભુસ દઈ રોડ પર પટકાયું હતું જેના કારણે એક લારીનું પડીકું વળી ગયેલ અને સંપૂર્ણ યાતાયાતા ઠપ થઈ જવા પામેલઅહીંના જાહેર બગીચાની કંપાઉન્ડ વોલના ઓથમાં કાયમી ઉભી રહેતી શ્રીનાથજી ભેળ નામની લારી પર બગીચામાંથી એક મહાકાય ગુલમહોરનું વૃક્ષ અચાનક ત્રાટકતા આખી લારીનું પડીકું વળી ગયું હતું તેમજ આ લારી ચલાવી પેટીયું રળતાં રાજસ્થાની શંકરભાઈ તૈલી અને તેમના ધર્મપત્ની શાંતાબેન તૈલી ઈજાગ્રસ્ત પણ થવા પામેલ પણ સદનસીબે કોઈને ગંભીર ઈજા નહોતી પહોંચી સતત વરસી રહેલા વરસાદને કારણે પહોંચી પડી ગયેલ બગીચાની જમીનમાંથી મૂળ સમેત ઉસડી અને એકાએક કંપાઉન્ડ વોલ પરથી ધડાકા સાથે પટકાયેલ મસમોટા ગુલમહોરનો માર આ ગરીબ ભેળવાળાને 50 હજારમાં પડ્યો છે આખી લારી એકદમ પડીકું વળી ગઈ છે સાથે આઠેક ખુરશી અને બે ટેબલનો બુકડો બોલી જવા પામેલ વૃક્ષનો ઘેરાવો એવડો વિશાળ હતો કે આખો મેઈન રોડ જામ થઈ ગયો હતો અને ટ્રાફિકને વાયા ઈસબગઢમાંથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો બાદ પી. ડબલ્યુ. ડી. તરફથી મોકલેલ જે. સી. બી. દ્વારા રસ્તાને મોકળો કરી પૂર્વવત કરવામાં આવેલ.