ધારીના બોરડી ગામે યુવતીનું ઝેરી દવા પી જતાં મોત નિપજ્યું

  • રાજકોટ કોલેજમાં અભ્યાસ માટે જવાની ના પાડતા

અમરેલી,
ધારી તાલુકાના બોરડી ગામે રહેતી દિવ્યાબેન નાનજીભાઇ બોરીચા ઉ.વ. 19 ને રાજકોટ કોલેજમાં અભ્યાસ માટે જવુ હોય. માતાએ રાજકોટમાં હોસ્ટેલ બંધ હોવાથી ઘરે ઓનલાઇ અભ્યાસ કરવાનું જણાવતા પોતાને લાગી આવતા ઝેરી દવા પી જતાં સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું પિતા નાનજીભાઇ બોરીચાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.