ધારીના ભાડેર ગામની સીમમાં બાઇકે હડફેટે લેતા પ્રૌઢનું મોત

અમરેલી,
ધારી તાલુકાના ભાડેર ગામની સીમમાં મોણવેલ ગામ તરફ જવાના રોડે. વશરામભાઇ ડોબરીયાને હિરોહોન્ડા સીડીડોન જી.જે.23 5970ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાયથી ચલાવી હડફેટે લઇ ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી નાસી ગયાની પુત્ર રામજીભાઇ ડોબરીયાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.