ધારીના મયુરીબેન સંઘરાજકાના સોળભથ્થુ ઉપવાસ

  • અગાઉ પણ મયુરીબેને માસખમણ કરી આકરી તપશ્ર્ચર્યા કરી હતી
  • અત્યંત આકરી જૈન સાધના

ધારી,
ધાર્મિકતા તપશ્ચર્યા અને ધર્મની નિર્ણિત પોલીસી પ્રમાણે આચરણ કરવું એ પ્રકારના બેઝિક સંસ્કારો જેમના પરિવારના રગેરગમાં વહેતા હોય એવા અરવિંદભાઈ કેસવલાલ સંઘરાજકા એટલે બટુકકાકાના પરિવારમાં કઈ શકાય બટુકકાકાના સ્વર્ગસ્થ ધર્મપત્ની શ્રી ઉર્મિલાબેન જે જૈન ધર્મ સાથે એવા તલ્લીન હતા કે પોતાના અંત સમય સુધી ખરેખર દિક્ષાગ્રસ્ત સાધુ જેવું જીવન અને ભક્તિથી તરબોળ રહ્યા હતા એમના પુત્રવધૂ મયુરીબેન સંઘરાજકાએ આજે સોળભથ્થુ ઉપવાસ પૂર્ણ કરી પારણા કર્યા છે, અગાઉ મયુરીબેને માસખમણ પણ કર્યા હતા આ સોળભથ્થુ ઉપવાસ એટલે સોળ દિવસ સુધી માત્ર ગરમ પાણી સિવાય બીજું કાંઈ નહીં અને માસખમણ એટલે આખો મહિનો ગરમ પાણી પર રહેવાનું આવી અદભુત અને આકરી તપશ્ચર્યા કરી મયુરીબેને પોતાની ભક્તિનું પ્રમાણ પુરું પાડ્યું છે.