અમરેલી,
ગઢડા તાલુકાના હોળાયા ગામના અને હાલ ધારી તાલુકાના માણાવાવ ગામની સીમમા કેતનભાઈ જયંતિભાઈ રાઠોડ અનુજાતિ ઉ.વ. 22 દ્વારા તેના જ ગામના હનુ દેવાભાઈ મારૂ ભરવાડની દિકરી રાધા સાથે તેના માવતર પક્ષની મરજી વિરુધ્ધ પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી કેતનભાઈની પત્નિ રાધાબેન તથા તેમની ત્રણ માસની દિકરી ચાહકને હોળાયા ગામના કવા દેવાભાઈ મારૂ તથા ભાવેશ ઉર્ફે બાવચંદ હનુભાઈ મારૂ અને તેની સાથે આવેલા 13 અજાણ્યા માણસોએ ધારીયા , લાકડી, છરી જેવા હથિયારો ધારણ કરી ત્રણ ફોરવ્હીલમા આવી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી કેતનભાઈના પત્નિને મારમારી પત્નિ તથા તેની દિકરીને બળજબરીથી ગેરકાયદેસર અટકાયત કરી અપહરણ કરી લઈ જઈ પત્નિને જાનથી મારી નાખવા ધમકી આપી કેતનભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધ્ાુત કરી ઢીકાપાટુંનો મારમારી ધમકી આપ્યાની ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ .