અમરેલી,
ધારીના મીઠાપુર પાસેની વાડીમાં એલીયનની અફવાએ સૌને દોડતા કર્યા હતા અહી એલીયન જેવો જીવ દેખાતા તેના ફોટા સૌશ્યલ મીડીયામાં વાયરલ થતા ધારીની પોલીસ, વનતંત્ર સહિત સૌેએ તપાસ કરી પણ કંઇ હાથ લાગેલ નહી અહી એક શીતલબહેન ગઢવીની વાડીમાં કામ કરતા જસાભાઇ નામના મજુરી ગઇ રાત્રે આકાશમાં લાઇટો જોઇ હતી અને વાડીમાં એલીયન જેવો જીવ જોતા તેના ફોટા પાડયા હતા તેમ તે કહે છે પણ આસપાસના આગેવાનોએ સ્થળ ઉપર જઇ તપાસ કરી તેના મોબાઇલમાં તેણે પાડેલા ફોટા જોવા માંગતા મુંડીયા રાવણી પાસેની વાડીના આ ખેતમજુરે ફોટા પાડયા અને ડીલીટ પણ થઇ થઇ ગયા ! છે તેમ જણાવ્યું હોય હકીકતમાં આ કોઇ તુકકો હોવાનું મનાય રહયું છે.