ધારીના મોણવેલમાં હાજતે ગયેલ પ્રૌઢા ઉપર દિપડાએ હુમલો કર્યો

અમરેલી, ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતી સંતોકબેન નાજાભાઇ વાઘેલા નામની પ્રૌઢા વહેલી સવારે કુંદરતી હાજતે ગયેલ હતી. ત્યારે અચાનક દિપડાએ આવીને પ્રૌઢાને પગેથી ખેચતા પગમાં ઇજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. ધારી ગીર પંથકના ગામોમાં અવાર નવાર દિપડાઓ દ્વારા માનવીઓ ઉપર હુમલાના બનાવો બની રહયા છે.