ધારીના વિરપુરમાં વણ ઓળખાયેલા ભીક્ષુકના વાલી વારસની પોલીસ દ્વારા કરાતી શોધ ખોળ

ધારી,
ધારી પો.સ્ટે..મોત નં.18/2023 ભઇઁભ કલમ-174 મુજબનો બનાવ તા.28/05/2023 ના ક.10/00 વાગ્યા થી તા.05/09/ 2023 ના ક.13/30 વાગયા/ દરમીયાન કોઇપણ સમયે મોજે વિરપુર ગામની બહાર આવેલ શ્રી ગોવીંદમ માનવસેવા ટ્રસ્ટ માનવમંદિર તા.ધારી જી.અમરેલી ખાતે બનેલ છે અને બનાવ તા.05/06/2023 ના ક.13/30 વાગ્યે રજીસ્ટર કરવામાં આવેલ છે.આ કામની હકીકત એવી છે કે,આ કામના જાહેરકરનાર ગોવિંભગત પ્રેમપ્રકાશ સ્વામી સાધુ ઉવ.55 રહે.શ્રીગોવીંદમ માનવસેવા ટ્રસ્ટ માનવમંદિર ધારી ખાંભા રોડ વિરપુર તા.ધારી જી.અમરેલી નાઓ આજથી આશરે વિશેક દિવસ પહેલા ગોંડલ રોડ પરથી એક અજાણ્યા ભીક્ષુકની સેવા કરવા સારૂ પોતાના માનવ મંદિર ખાતે લઇ આવી રાખતા હતા,દરમીયાન આજથી આશરે આઠેક દિવસ પહેલા મરહુમ અજાણ્યા વ્યકતી (ભીક્ષુક) કોઇને કહ્યા વગર માનવ મંદિરેથી જતા રહેલા તે બાદ આજ-રોજ કોઇ કારણોસર તથા જંગલી જનાવરના ખાવાથી આ કામના મરણજનાર કોઇ અજાણયા વ્યકતી (ભીક્ષુક) મરણ ગયેલ હાલતમાં મળી આવતા ઉપરોકત નંબર/કલમ થી બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે.ઉપરોકત વણ ઓળખાયેલ પુરૂષ ઇસમ (ભીક્ષુક) ઉ.વ.આશરે 60 થી 65 વર્ષનાઓની લાશનો હાલ સુધી વાલી વારસો મળી આવેલ નથી તો આ ફોટાવાળા ભીક્ષુકના કોઇ વાલી વારસ મળી આવે તો પોલીસનો સંપર્ક સાધવો.