ધારીની અવધ મંડળીની શાખાના નિવૃત થતા કર્મચારીઓને વિદાય

  • નવનિયુક્ત કર્મચારીઓને આવકારાયા : સ્થાપક ચેરમેનશ્રી ભરતભાઇ ચૌહાણ, સિનીયર ડાયરેક્ટર શ્રી હીરપરા, એમડી કિશોરભાઇ જાની, ધારી મંડળીના ચેરમેન શ્રી અશ્ર્વિનભાઇ પટેલ, શ્રી હિતેષભાઇ જોષી, શ્રી વરૂણભાઇ પટેલ, શ્રી જીજ્ઞેશ ગોસાઇની ઉપસ્થિતી

અમરેલી,અવધ નાગરીક શરાફી સહકારી મંડળીની ધારી શાખાના સ્વેચ્છીક નિવૃત થતા બે કર્મચારીઓના જિલ્લાના પ્રભારીમંત્રીશ્રીના હસ્તે વિદાય અપાઇ હતી અને નવનિયુક્ત બે કર્મચારીઓને આવકાર આપવામાં આવ્યો હતો.અમરેલી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી હકુભા જાડેજાના વરદ હસ્તે ધારીની અવધ મંડળીની શાખાના સ્વેચ્છીક નિવૃત થતા કર્મચારી શ્રી ધ્રુવીન અંટાળા તથા શ્રી જયદીપ ગોંડલીયાને ભાવભરી વિદાય અપાઇ હતી તથા નવા નિમાયેલા શ્રી કૃણાલ પંડયા તથા શ્રી કિશાન પરમારને આવકારવામાં આવ્યા હતા આ પ્રસંગે અમરેલીથી અવધ નાગરીક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેનશ્રી ભરતભાઇ ચૌહાણ, સિનીયર ડાયરેક્ટર શ્રી બી.એલ.હીરપરા, એમડી શ્રી કિશોરભાઇ જાની, ધારી મંડળીના ચેરમેન શ્રી અશ્ર્વિનભાઇ પટેલ, લીયોનીયા રિસોર્ટ વાળા શ્રી હિતેષભાઇ જોષી, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા શ્રી વરૂણભાઇ પટેલ, ધારીના ઉપસરપંચ શ્રી જીજ્ઞેશગીરી ગોસાઇ ઉપસ્થિત રહયા હતા.