ધારીની પેટાચુંટણીમાં સારો દેખાવ કરનારા કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓમાં ટીકીટો અપાશે : શ્રી દિનેશ ડાંગર

  • પ્રદેશ કોંગ્રેસ આગેવાન અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રભારી શ્રી દિનેશભાઇ ડાંગર અવધ ટાઇમ્સની મુલાકાતે
  • વિધાનસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા કાર્યકરો અને આગેવાનો ઉપર ખાસ મોનીટરીંગ રાખી પ્રમાણીક નિષ્ઠાવાન લોકો આગળ આવે તેવા પ્રયાસો : શ્રી પ્રભાતભાઇ કોઠીવાળ, શ્રી કુલદીપ બસીયા સાથે જોડાયા

અમરેલી,
ધારી બગસરા ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં આજે ધારી ખાતે કોંગ્રેસનાં ઉમેદવાર શ્રી સુરેશભાઇ કોટડીયાનાં ચુંટણી કાર્યાલય ઉદ્દઘાટન અને ઉમેદવારી રજુ કરવાનાં કાર્યક્રમ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસમાંથી પ્રભારી તરીકે ઉપસ્થિત રહેલા શ્રી દિનેશભાઇ ડાંગર અને બાબરા પંથકનાં આગેવાન શ્રી પ્રભાતભાઇ કોઠીવાળ તથા કુલદીપભાઇ બસીયાએ અવધ ટાઇમ્સ દૈનિકની શુભેચ્છા મુલાકાત લઇ અવધ ટાઇમ્સ સાથે વાતચીેત કરતા જણાવ્યું કે, વિધાનસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસે પોતાની વ્યુહ રચના ગોઠવી છે. તે મુજબ બેઠક કોંગ્રેસને મળે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવશે. જો કે, ધારી બેઠકમાં ભુતપુર્વ કેન્દ્રીય મંત્રી સ્વ.મનુભાઇ કોટડીયાનું નામ છે. તેઓએ જિલ્લામાં અનેક કામો લોકો માટે કર્યા છે. તેનો ફાયદો સુરેશભાઇ કોટડીયાને ચુંટણીમાં મળશે. સામે પક્ષે ભાજપનાં ઉમેદવાર રાજ્યસભાની ચુંટણી દરમિયાન જ પ્રલોભન કે યેનકેન પ્રકારે તકલીફ પડી હોય કે જે હોય તે પરંતુ આ ચુંટણીમાં લોકો નારાજ છે. ઉપરાંત ખેડુત માટે સરકાર કાયદો લાવી તેથી પણ ખેડુતો ભાજપથી નારાજ છે. જ્યારે ઇતર વર્ગ હંમેશા કોંગ્રેસ સાથે છે અને રહેશે. કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની જવાબદારી પણ સોંપી છે. આગામી ત્રણ મહિના પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આવનાર હોય તેથી અત્યારથી જ ધ્યાન રખાશે. જેણે વિધાનસભા પેટા ચુંટણીમાં કામગીરી કરી છે.
તેને પરફોર્મન્સ આધારે ટીકીટ અપાશે તેમ શ્રી દિનેશભાઇ ડાંગરે જણાવ્યું હતું. વધુમાં એવું પણ જણાવ્યું કે, નગરપાલીકાઓ, જિલ્લા તાલુકા પંચાયતની ચુંટણીઓ આવે છે. તેથી ખાસ મોનીટરીંગ કરીશું અને કોની કેવી અને કેટલી કામગીરી છે તેની નોંધ લેશું. કોંગ્રેસ પાર્ટીએ સંગઠનને મજબુર બનાવવા તાલુકા જિલ્લા કોંગ્રેસની નવી બોડીઓ બનાવી અને પ્રમાણીક તથા નિષ્ઠાવાન લોકો ખાસ આગળ આવે તે માટે ધ્યાન રાખીશું. સંગઠન અંગે કોંગ્રેસમાંથી કંઇ પણ સુચનો હોય તો મોબાઇલ નં.9925099450નો સંપર્ક કરવા જણાવ્યું છે અને કોઇપણને સાંભળવામાં આવશે. જરૂર પડ્યે ધ્યાન કેન્દ્રીત કરવાથી રીસફલીંગ પણ કરીશું તેમ પ્રદેશ કોંગ્રેસનાં સૌરાષ્ટનાં ચુનટણી ઇન્ચાર્જ શ્રી દિનેશભાઇ ડાંગરે અવધ ટાઇમ્સની વાતચીતમાં જણાવ્યું હતું.