ધારીની પેટા ચુંટણીમાં અપક્ષ કિસાન ઉમેદવાર શ્રી પિયુષ ઠુંમરને ટ્રેકટર ચલાવતા ખેડૂતનું નિશાન ફાળવાયું

  • ખેડૂતના દીકરાનું નિશાન પણ ખેતી જ હોય, ખેડૂતપુત્રને ખેતીનું નિશાન મળ્યું
  • ઉમેદવાર શ્રી પીયુષ ઠુંમરની એક જ વાત : નહીં કોઈ દંભ કે નઈ કોઈ ખોટા પ્રલોભન મોઢામાં એક જ શબ્દ ખેડૂતોના હિત માટે જ મેં આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે

ધારી,
ધારી – બગસરા – ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રીજા સક્ષમ વિકલ્પ તરીકે જંપલાવનારા નિર્દલીય ઉમેદવાર શ્રી પિયુષકુમાર ઠુંમરને આજે ચૂંટણીપંચ તરફથી નિશાન ફાળવવામાં આવ્યું છે અને મતદાન ક્રમાંક પણ ફાળવવામાં આવ્યો છે યુવા બિઝનેસમેન અને ખેડૂતપુત્ર શ્રી પિયુષકુમાર ઠુંમરનું મતદાન નિશાન છે ટ્રેકટર ચલાવતો ખેડૂત જેથી તેઓ ખૂબ જ પ્રસન્ન છે તેમની ખૂશીનો કોઈ પાર નથી કારણ કે પોતે ખેડૂતપુત્ર છે અને નાનપણથી ખેતી કરતા મોટા થયા છે આ તકે શ્રી પિયુષકુમારે જણાવ્યું હતું કે મેં આ ચૂંટણીમાં ખેડૂતોના હિત માટે ઝંપલાવ્યું છે મારે ધારીને ધારદાર બનાવું છે મારે બેરોજગાર યુવાનો માટે ઉદ્યોગ સ્થાપવો છે મારે મારા વતન અને મારા વિસ્તારના ખેડૂતો માટે મારા જિલ્લા માટે કઈક કરવું છે મને જનતાને બીબાઢાળ રાજકારણમાંથી બહાર કાઢી તેમના માટે કઈક કરી છૂટવાની મોટી મહેચ્છા છે આજે ચૂંટણીપંચે મને ટ્રેકટર ચલાવતો ખેડૂત નિશાન આપ્યું છે સાથોસાથ મારો મતદાન ક્રમાંક પણ 7 આપ્યો છે જે નંબર મારા માટે ખૂબ જ લક્કી છે આજે મને ગૌરવ છે કે હું ખેડૂતનો દિકરો છું મારી છાતી ફુલી નથી સમાતી જનતા જો મને આ તક આપે તો મારે ઈતિહાસ રચવો છે અને સાચા અર્થમાં પ્રજાનો સેવક કેવો હોય એ ચરિતાર્થ કરી બતાવવું છે.