અમરેલી,ધારીની સીમમાંથી સોલાર પ્લેટ અને સ્ટાર્ટરની ચોરી કરનાર બે આરોપીઓને એલસીબીએ ઝડપી લઇ રૂા.50 હજારનો મુદામાલ કબ્જ કરેલ છે આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ધારીથી સરસીયા ગામ તરફ જવાના રસ્તે ઘનશ્યામભાઇ પોપટભાઇ સોજીત્રા રહે.ધારીની વાડીમાંથી કોઇ અજાણ્યા શખ્સો સોલાર પ્લેટ નંગ 20 અને સ્ટાર્ટર મળી કુલ 46 હજારનો મુદામાલ કોઇ અજાણ્યા શખ્સો ચોરી ગયેલ જે અંગે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે આ અંગે એસપી શ્રી નિર્લીપ્તરાયની સુચનાથી પીઆઇ શ્રી કરમટા, પીએસઆઇ પીએન મોરીની ટીમે બાતમી આધારે જયેશ ઉર્ફ્રે જયુ અને પ્રમોદ બદાણીયા એમ બે શખ્સોએ મુનાભાઇ જામ મહંમદભાઇ બ્લોચના ફાર્મમાં રાખેલ ચોરીનો મુદામલ સગેવગે કરવાની પેરવીમાં છે તેવી હકીકત મળતા પોલીેસે જયેશ અને પ્રમોદને ઝડપી લઇ મુદામાલ કબ્જે કરે આરોપીઓને ધારી પોલીસમાં સોપેલ છે.