અમરેલી,
અમરેલી જીલ્લાને જુનાગઢથી ખીજડીયા ને જોડતી બ્રોડગેજ લાઈન માટે સાંસદશ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી ભરપુર પ્રયાસો થયેલા જેમા સર્વ પ્રથમ રેલ્વે બોર્ડ દ્વારા ખીજડીયા અમરેલી વિસાવદર પ્રોડગેજ પરીવર્તન પ્રોજેક્ટ બનાવી 28-5-22 ના રોજ સરકારમાં પ્રોજેક્ટ રજુ કરેલો પરંતુ તેમા પર્યાવરણ અંગે પ્રશ્ર્નો ઉભા થતા રેલ્વે બોર્ડે ચલાલાથી ખીજડીયાનો પ્રોજેક્ટ 26-7-23 ના રોજ મુકતા તે મંજુરી સાથે સરકારમાં મોકલાવેલ પરંતુ જેમા પણ વીઘન આવતા રેલ્વે બોર્ડે અમરલીથી ખીજડીયાનો પ્રોજેક્ટ સરકારમાં મંજુરી સાથે મુક્યો છે બીજી તરફ વિસાવદર જુનાગઢ બ્રોડગેજ પ્રોજેક્ટ પણ 2-6-22 ના રોજ મુકેલો અને તલાળા વેરાવળ વચ્ચે ના પ્રોજેક્ટની મંજુરી સાથે 26-7-23 ના રોજ પ્રકરણ ગયેલુ એટલે હવે અમરેલી થી ખીજડીયા બ્રોડગેજ માટે પ્રોજેક્ટ મુકાતા અમરેલી થી ખીજડીયા બ્રોડગેજ માટે હાલ માર્ગ મોકળો થયો છે અને ઉજળા સંજોગો દેખાય છે અને વિસાવદરથી અમરેલી ની બ્રોડગેજ લાઈનમાં ધારી ચલાલા સહિતને કોય લાભ ન મળે તેવી સ્થીતીમાં તાલાળા,વેરાવળ લાઈન માટે પણ રેલ્વે બોર્ડે મંજુરી આપી દીધી છે તો ધારી ચલાલા સહિતના ગામોનો વાંક શુ તેવો પણ સવાલ લોકોમાંથી ઉઠ્યો.