ધારી,બગસરા,હામાપર,સમઢીયાળા,ચલાલા ગજવતા શ્રી રૂપાલા

  • ધારી વિધાનસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર શ્રી જે.વી. કાકડિયાના સમર્થનમાં
  • એક પણ રૂપિયાનું પ્રીમિયમ લીધા વિના 3700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપી રાજ્યની ભાજપા સરકારે ખેડૂતો માટે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે : શ્રી રૂપાલા
  • બગસરા, હામાપર, અને ધારી ખાતે સહકારી,સામાજિક,વેપારી અગ્રણીઓ સાથે બેઠક:શ્રી જયેશ રાદડીયા,શ્રી ધનસુખ ભંડેરી શ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિતી

અમરેલી,
ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે 23 ઓક્ટોબરના રોજ 94- ધારી વિધાનસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર શ્રી જે.વી. કાકડિયાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાનો ધારી વિધાનસભા અંતર્ગત ધારી શહેર, બગસરા, હામાપર, મોટા સમઢીયાળા અને ચલાલાનો ચૂંટણી પ્રવાસ યોજાયો હતો.
આ ચૂંટણી પ્રવાસમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ બગસરા, હામાપર, અને ધારી ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને વેપારી અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ મોટા સમઢીયાળા તથા ચલાલા ખાતે જાહેર સભાને સંબોધી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, ધારી વિધાનસભા સીટના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઇ ભંડેરી સહકારી ક્ષેત્રના આગેવાન અને પૂર્વ મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્લા -તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ /મહામંત્રીશ્રીઓ નગરપાલિકાના સદસ્યો, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને ભાજપા સંગઠનના તમામ શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી રૂપાલાએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે વર્ષોના વર્ષો વીતી ગયા છતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને પૂર્ણ કરવાનું કામ કોંગ્રેસ ન તો કર્યું અને ન કરવા દીધું. રાજ્યમાં ભાજપની સરકાર આવ્યા બાદ આ દિશામાં નક્કર કામગીરી કરવામાં આવી અને દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ જવાબદારી સંભાળી અને 17 દિવસ બાદ જ નર્મદા બંધના દરવાજા ચડાવવાની મંજૂરી આપીને નર્મદા બંધનું કામ પૂર્ણ કરી ગુજરાતને “મા નર્મદાના” નીરથી તૃપ્ત કરવાનો ભગીરથ સંકલ્પ પૂર્ણ કર્યો. આજે ગુજરાતમાં હરિત ક્રાંતિના થયેલા મનના નર્મદા યોજના અને તેના માટે ભાજપની સરકારે ઉઠાવેલી જહેમતને આભારી છે.
શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે ભાજપા સરકારના શાસનમાં જ અમરેલી જિલ્લાને મેડિકલ કોલેજનો લાભ મળ્યો છે આ ઉપરાંત ભારત સરકારના શજીઘભ વિભાગ દ્વારા સહકારી ક્ષેત્રે આરોગ્ય સુવિધાઓ ઉભી કરવા રૂપિયા 10,000 કરોડનું માતબર ફંડ ફાળવવામાં આવ્યું છે.આ ઉપરાંત ડેરી ઉદ્યોગ માટે 20 હજાર કરોડ, મધમાખી ઉછેરને ઉત્તેજન આપવા 500 કરોડ રૂપિયા ફાળવી જેવા અનેક પગલાઓ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારે લોકોપયોગી અને જાહેર હિતના નિર્ણયો લીધા છે.
શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર હંમેશા ખેડૂતોની ખેવના કરીને તેને મદદરૂપ થાય તેવા નિર્ણયો અને નીતિઓ અમલમાં મૂકી છે એકલા ગુજરાતમાં જ ખેડૂતોને જણસ ખરીદવા 15 હજાર કરોડની ફાળવણી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને, ગ્રામ પંચાયતોને અને સરપંચોને કોઈપણ વચેટિયા વિના કોઈપણની લાચારી કર્યા વિના સીધી સહાય અને ગ્રાન્ટ મળે તેવી વ્યવસ્થા પ્રણાલી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે સ્થાપિત કરી છે. કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન જાહેરમાં કહેતા કે દિલ્હીથી મોકલેલો સહાયનો એક રૂપિયો લાભાર્થી પાસે પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે તેમની આ સમસ્યાનું સમાધાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શોધી આપ્યું છે આવી વ્યવસ્થા ઊભી કરવા બદલ કોંગ્રેસીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવો જોઈએ.
શ્રી રૂપાલાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં 18 ટકા જેટલું મસમોટું વ્યાજ પાક ધિરાણ માટે લેવામાં આવતું હતું આજે શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકાર દ્વારા ઝીરો ટકા વ્યાજે પાકધીરાણ આપવામાં આવે છે. આ ઉપરાંત એક પણ રૂપિયાનું પ્રીમિયમ લીધા વિના 3700 કરોડ રૂપિયા જેટલું માતબર રાહત પેકેજ આપી રાજ્યની ભાજપા સરકારે ખેડૂતો માટે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.
શ્રી રૂપાલાએ કહ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના પ્રધાન સેવક તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ એક પછી એક ” ન ભૂતો ન ભવિષ્યતિ” જેવા દેશહિતમાં – લોકહિતના અનેક શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા છે. કોરોના કાળમાં વિશ્વના અનેક દેશોને દવાઓ અને રાહત સામગ્રી મોકલીને “વસુધૈવ કુટુંબકમ” ની ભાવનાનું વિશ્વમાં મજબૂત દર્શન કરાવ્યું છે.આજે કોરોના કાળની થપાટ પછી પણ ભારતનું અર્થતંત્ર અને જનજીવન પુન: ધબકતું થઈ રહ્યું છે, તે જોઈને વિશ્વના મોટાભાગના દેશો અને મહાસત્તાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. જે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ, નિષ્ઠા અને નિર્ણાયકતાને આભારી છે.