ધારીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા શ્રી પીયુષ ઠુંમર

  • જીવનમાં ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં : સબળ, સ્વચ્છ અને શિક્ષિત ઉમેદવાર મેદાનમાં આવતા ખળભળાટ
  • વતન પ્રેમી યુવા બીઝનેશમેન અને સેવાભાવી શ્રી ઠુંમરે ચુંટણી જંગમાં ઝંપલાવતા હરીફ છાવણીમાં સોંપો પડી ગયો
  • સરસીયા ગામના વતની અને કાર્યદક્ષ ઉમેદવાર પીયુષ ઠુંમરે ઉમેદવારી પત્ર ભરતા ગામડે ગામડે ત્રીજો વિકલ્પ મળ્યો
  • કોવિડ-19 ની સંપુર્ણ ગાઇડલાઇનને ફોલો કરી સોશ્યલ ડીસ્ટન્સ જાળવ્યું : માતા પિતાના આશીર્વાદ લઇ વતન સરસીયામાં પોતે વાવેલા વૃક્ષોને જળસિંચન કર્યુ

અમરેલી,
ધારી – બગસરા – ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરી ફોર્મ ભરાઈ ગયા છે એવા સમયે વતનપ્રેમી યુવા બિઝનેસમેન અને સેવાભાવી યુવાન અને સરસીયા ગામના કાર્યદક્ષ શ્રી પિયુષ ઠુંમરે ધારી બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવતા હરિફ છાવણીમાં સોપો પડી જવા પામ્યો છે ધારી બગસરા 94 વિધાનસભા બેઠક માટે આગામી પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે સૌ કોઈ કામે લાગી ગયા છે દરેક પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી ફોર્મ ભરી દીધા છે આવા સમયે ધારી તાલુકાના સરસીયા ગામના યુવા બિઝનેસમેન તરવૈયા વતનપ્રેમી અને સેવાભાવી અગ્રણી શ્રી પિયુષકુમાર બાબુભાઈ ઠુંમરે આ ચૂંટણીમાં ઝુકાવી પોતાનું નિર્દલીય ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભરતા જ હરીફ ઉમેદવારો અને કાર્યકર્તાઓ સ્તબ્ધ થઈ ગયા છે તેઓ તમામ પક્ષના પાયાના કાર્યકરોથી લઈ ઉચ્ચ હોદ્દેદારો સાથે સંબંધોથી સંકળાયેલા છે તેઓ ધારી લેઉવા-પટેલ સમાજના યુવા ટ્રસ્ટી તરીક સેવારત છે તેઓ દાનવીર તેમજ અગ્રણી દાતાઓમાંના એક છે તેમજ ઠુંમર પરિવાર ટ્રસ્ટ અમદાવાદ ખાતે સેવા આપે છે તેઓ સદંતર ધારી પંથકના કહી શકાય એવા ખેડૂતપુત્ર છે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સુત્ર મુજબ જીવનમાં ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં સિદ્ધાંતને દ્રઢ પણે માનવા વાળા ઉત્તમ યુવાન છે આજે તેઓએ નિર્દલીય ઉમેદવારી પત્ર ભરી સૌકોઈને ચકિત કરી દીધા છે.
શ્રી પીયુષ ઠુંમરે કોવિડ-19 ની સંપુર્ણ ગાઇડલાઇનને ફોલો કરી સોશ્યલ ડીસ્ટન્સ જાળવ્યું હતુ અને માતા પિતાના આશીર્વાદ લઇ વતન સરસીયામાં પોતે વાવેલા વૃક્ષોને જળસિંચન કર્યુ હતુ તથા માનવ મંદિરના 32 બાળકોને અલ્પાહાર કરાવી ઉમેદવારી નોંધાવી હતી.