ધારીમાં અપહરણ અને બળાત્કારનાં કેસમાં આજીવન કેદની સજા

  • રાજુલાની એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ સેશન્સ સ્પે.પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા આપેલો ચુકાદો

અમરેલી,
ધારી ગામે અપહરણ કરી બળાત્કારનાં કેસમાં રાજુલાની એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ અને સ્પે.પોક્સો કોર્ટે આજીવન કેદની સજા કરી છે. જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ.શિયાળની ધારદાર દલીલથી રાજુલા એડીશ્નલ સેશન્સ અને સ્પે.પોક્સો કોર્ટનાં જજ એસ.પી.ભટ્ટે મૌખિક દલીલ તથા દસ્તાવેજી પુરાવાઓ માન્ય રાખી આરોપી વિજય ભરતભાઇ બજાણીયા રે.ધારીવાળાને સને.2018ની સાલમાં સગીર વયની કિશોરી સાથે ઇરાદા પુર્વક અપહરણ કરી બળાત્કાર ગુજારી ભોગ બનનાર સાથે અપકૃત્ય કરેલ તેની ફરિયાદ ભોગ બનનારનાં વાલીએ કરેલ તે ફરિયાદ ચાલી જતા આઇપીસી કલમ 376નાં ગુનામાં આરોપીને આજીવન કેદની સજા તથા એક લાખનો દંડ તથા ભોગ બનનારને વળતર પેટે 25 લાખ ચુકવવા આઇપીસી કલમ 363નાં ગુનામાં સાત વર્ષની સજા, આઇપીસી કલમ 366નાં ગુન્હામાં દસ વર્ષની સજા તથા આરોપીને દંડ તથા પોક્સો એક્ટની કલમ 29 તથા 3/5/7 તથા ચાર મુજબમાં આજીવન કેદ તથા 25 હજારનો દંડ તથા પોક્સો એક્ટની કલમ 18માં દસ વર્ષની કેદ તથા 25 હજારનાં દંડ આમ કુલ મળીને આજીવન કેદ તથા એક લાખ પચાસ હજાર દંડ અને 25 લાખ ભોગ બનનારને ચુકવવાનો કોર્ટે હુકમ કરેલ છે.