ધારીમાં આમ આદમી પાર્ટીએ ઇતિહાસ રચી દીધો

  • ધારી તાલુકા પંચાયતમાં ઉમેન્દ્રભાઇ વાળાની મહેનતથી આપનું ઝળહળતું આગમન
  • આગામી ધારાસભાની ચુંટણીમાં પણ આ નાના અને ઇમાનદાર પક્ષની રાજકીય પક્ષોએ નોંધ લેવી પડશે 

અમરેલી,
ધારી તાલુકામાં ટીકીટ ન મળતા યુવા ક્ષત્રિય આગેવાન શ્રી ઉપેન્દ્રભાઇ વાળાએ પોતાની રાજકીય તાકાતનો પરિચય આપી જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં બેઠકો મેળવતા ધારી પંથકમાં ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. ધારી તાલુકામાં ક્ષત્રીય સમાજના આગેવાનોનું ટીકીટ ફાળવણીમાં સ્વમાન નહી જળવાતા અને શ્રી ભુપેન્દ્રભાઇને રાજકીય રીતે પછાડી દેવા પ્રયાસો થયાં હોવાની લાગણી સાથે ભાજપના મુળભુત અને ગત વિધાન સભાની પેટા ચુંટણીમાં ક્ષત્રીય સમાજના ગામડાઓમાં વનવે બહુમતી ભાજપને અપાવનાર ક્ષત્રીય સમાજના આગેવાન ઉપેન્દ્રભાઇ વાળાને ભાજપે ટીકીટ ફાળવણીમાં અન્યાય કરતા ઉપેન્દ્રભાઇ વાળાએ પોતાના સાથીદારો સાથે આપમાં જંપલાવ્યું હતું.
ઉપેન્દ્રભાઇ વાળાનું ચુંટણી મેનેજમેન્ટ અને રાજકીય વ્યુહરચના તેમજ મતદારો સાથેના સિધ્ધા સંપર્કના કારણે ધારગણી જીલ્લા પંચાયતમાં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવાને કારમો પરાજય આપી આપના ઉમેદવાર પારૂલબેન દોંગાનો વિજય થયો છે. જ્યાારે મીઠાપુર તાલુકા પંચાયતમાં આપના ઉમેદવારનો 850 મતે વિજય થયો છે.
જયારે વિરપુર અને ભાડેર તાલુકા પંચાયતમાં પણ આપનો વિજય થતા ભાજપના નેતાઓ દ્વારા ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાન ઉપેન્દ્રભાઇ વાળાને ટીંકીટ ફાળવણીમાં અન્યાય થતા ધારી તાલુકામાં આપના ઉમેદવારોનું આગમન થતા ધારી તાલુકામાં આપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી છે.અને આપના ભવ્ય વિજય બદલ ઉપેન્દ્રભાઇ વાળા ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.