ધારીમાં કંટેનમેન્ટ ઝોન સહિતની કાર્યવાહી શરૂ

  • અજન્ટા સોસાયટી તથા સરદારનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતા
  • વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરેન્ટાઇનની વ્યવસ્થા કરાઇ

ધારીની અજન્ટા સોસાયટી તથા સરદારનગર વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ આવતા સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કંટેનમેન્ટ ઝોન સહિતની તજવીજ હાથ ધરી હતી. તેમાં પ્રાંત અધિકારી શ્રી જણકાટ, મામલતદારશ્રી ઝાલા, પીએસઆઇ શ્રી વાઘેલા, આરોગ્ય વિભાગના ડો. વરૂણ દેવમુરારી, ડો. પુજા મકવાણા, ડો. ફેની ચંદારાણા, ડો. કિરણ, ડો. પાર્થ મહેતા, એમ.પી.ડોબરીયા, સુરેશભાઇ ધાખડા, દક્ષાબેન, જશુબેન, શૈલેષભાઇ રાઠોડ, મહાવીરભાઇ ખાડક, કિશોરભાઇ વાળા દ્વારા તાત્કાલીક અસરથી કંટેનમેન્ટ ઝોનની કામગીરી હાથ ધરી હતી. તેમજ ગ્રામ પંચાયત ટીમમાં સરપંચ જીતુભાઇ જોષી, ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઇ, નારણભાઇ વાઘવાણી, ભરતભાઇ મકવાણા, ઉમેશભાઇ મકવાણા, રમેશભાઇ મકવાણાની ટીમ દ્વારા દવા છંટકાવ તેમજ સાફ સફાઇની કામગીરી હાથ ધરી હતી.