અમરેલી,
ધારી પોલીસ સ્ટેશન ગુ.ર.ન.11193018220586/2022 આઇ.પી.સી. કલમ. 379,447,114મુજબના કામના ફરી. બાબભાઇ ખોડાભાઇ સાવલીયા ઉ.વ.48 ધંધો.ખેતી રહે.ધારી નબાપરા તા.ધારી જી.અમરેલીવાળાએ જાહેર કરેલ કે આ કામના ફરી.ના શેઢા પાડોસી દશરથભાઇ ડાયાભાઇ રૂડાણી ની વાડીની અંદર પ્રવેશ કરી તેની મીટર ઓરડીથી દાર સુધી એક કાળા કલરનો /61155055 કંપનીનો આશરે 100 ફુટ જેટલો કેબલ વાયર જે કેબલ વાયરની કિ રૂ.5,000/-નો કોઇ અજાણ્યો ઇસમ પોતાના વાડી(ખેતર)માથી ચોરી કરી લઇ ગયા વિ.બાબતે ગુન્હો રજી થયેલ હોય સદરહુ ગુન્હાની તપાસ દરમ્યાન ચોરીમા ગયેલ કેબલ વાયર જેની કિ રૂ 5,000/- ના મુદામાલ તથા ચોરીમા ઉપયોગ મા લીધેલ એક બજાજ કંપનીનુ લાલ કલરનુ પ્લેટીના મો.સા જેની કિ રૂ 10,000/- નો મુદામાલ મળી કુલ કિ રૂ 15,000/- ના મુદામાલ સાથે મજકુર બંને આરોપીઓ શૈલેષકુમાર રૂપાભાઇ પારગી, સીતારામ ભુરાભાઇ બારૈયાને પકડી પાડવામા સફળતા મળેલ છે.