ધારીમાં કોંગ્રેસનો આજે નગારે ઘા : પ્રદેશ આગેવાનોની વિસ્તૃત કારોબારી

  • પ્રા.શ્રી અર્જુન સોસાની ટીમ દ્વારા તડામાર તૈયારી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીતભાઇ ચાવડાનાં અધ્યક્ષ સ્થાને
  • વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા શ્રી પરેશભાઇ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલની ખાસ ઉપસ્થિતી
  • ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર, શ્રી પ્રતાપ દુધાત, શ્રી અંબરીષ ડેર, વિસાવદરના શ્રી રિબડીયા, શ્રી પુંજાભાઇ વંશ માર્ગદર્શન આપશે

અમરેલી,
અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 08/08/2020 ને શનિવાર ના રોજ બપોર ના 03:00 કલાકે પટેલવાડી ,મુ.ધારી જી.અમરેલી ખાતે વિસ્તૃત કારોબારી મીટીંગ યોજાયેલ છે . આ મીટીંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત વિધાનસભા નેતા વિપક્ષ માનનીય શ્રી પરેશભાઈ ધાનાણી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નવા વરાયેલ કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાશે. આ મીટીંગ માં 94 ધારી વિધાનસભા સીટ ના પક્ષ ના પ્રભારી માનનીય શ્રી પુંજાભાઈ વંશ (ધારાસભ્ય શ્રી -ઉના ),સહપ્રભારી શ્રી હર્ષદભાઈ રીબડીયા (ધારાસભ્ય શ્રી -વિસાવદર ),શ્રી અંબરીશભાઈ ડેર (ધારાસભ્ય શ્રી -રાજુલા જાફરાબાદ ),શ્રી પ્રતાપભાઈ દુધાત (ધારાસભ્ય શ્રી સાવરકુંડલા ) અને લાઠી બાબરા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે
અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી અર્જુનભાઈ સોસા દ્વારા આ મીટીંગ માં હાજરી આપવા જીલ્લા પંચાયત પ્રમુખ તથા પૂર્વ પ્રમુખશ્રીઓ ,જીલ્લા પંચાયત સદસ્યો તથા પૂર્વ સદસ્યો ,તાલુકા પંચાયત સદસ્યો તથા પૂર્વ સદસ્યો ,નગરપાલિકા સદસ્યો તથા પૂર્વ સદસ્યો તથા જીલ્લા તથા તમામ તાલુકા ના સંગઠન ના તમામ હોદેદારો ,કોંગ્રેસ પક્ષ ના તમામ સેલ -ફ્રન્ટલ ના હોદેદારો તથા જીલ્લાભર ના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો તથા કાર્યકરો ને હાજરી આપવા નીમંત્રણ આપવા માં આવેલ છે .