ધારીમાં ગુરૂવાર સુધીમાં સ્વેચ્છીક રીતે દબાણો ઉઠાવી લેવા અલ્ટીમેટમ

ધારી,
અગાઉ સાવરકુંડલામાં દબાણો હટાવાયા બાદ હવે ધારીનો વારોઆવ્યો છે ધારીમાં ગુરૂવાર સુધીમાં સરકારી જમીનો ઉપર કરાયેલા દબાણો સ્વેચ્છીક રીતે ઉઠાવી લેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.આજે ધારી ખાતે સાવરકુંડલાના ડીવાયએસપી શ્રી હરેશ વોરાએ ધારી પ્રાંત સાથે શહેરમાં ફલેગમાર્ચ કરી સૌને ગુરૂવાર સુધીમાં દબાણો હટાવવાનો સમય આપ્યો .