ધારી
ધારીમાં સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ ખુલ્લુ કરવા વહીવટી તંત્રએ આદેશ કર્યા બાદ કેટલાક લોકોએ સ્વયંભુ અને સ્વૈચ્છીક દબાણ દુર કર્યુ હતુ પરંતુ અમુક મિલ્કતો યથાવત હતી આ અંગે તંત્રએ મુદત આપ્યા બાદ બેઠક બોલાવી પ્રાંત અધિકારીના અધ્યક્ષપદે ડીમોલેશનનું આયોજન કર્યુ હતુ નિયત થયા મુજબ 700 જેટલા ગેરકાયદેસર બાંધકામો દબાણો ખુલ્લા કરવા માટે ત્રણ ડીવાયએસપી, 11 પીઆઇ, પીએસઆઇ તથા કોન્સટેબલો સહિત 400 ઉપરાંતનો સ્ટાફ ડીવાયએસપી શ્રી હરેશ વોરાના માર્ગદર્શન નીચે તૈનાત રહયો હતો. આજે ડીમોલેશન દરમિયાન તંત્રના 6 જેસીબી, 10 ટ્રેકટરો સહિતના વાહનોનો રસાલો ત્રાટક્યો હતો. હાલ કોમર્શીયલ દબાણ દુર કરી રસ્તા ચોખ્ખા કર્યા હતા. ડીમોલેશન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.