ધારીમાં જાહેર રસ્તા ઉપર અડીંગો જમાવતા રેઢિયાર ઢોરનો ત્રાસ

ધારી,

ધારી શહેરમાં ઘણા સમયથી જાહેર રસ્તાઓ અને બજારમા કાયમી અડીંગો જમાવીને બેસતા રેઢીયાર ઢોરના ત્રાસના કારણે રોડ ઉપર પસાર થતા રાહદારીઓ, આવન-જાવન કરતા વાહન ચાલકો અને સ્કુલે અભ્યાસ કરવા જતા બાળકોને ખુબજ હાડમારી ભોગવવી પડે છે, ચોમાસાની શરૂઆતથી રોડ ઉપર અડીંગો જમાવતા ઢોરમા આખલાઓ દંગલે ચડે છે ત્યારે રાહદારીઓ અને વેપારીઓ ચિંતામા મુકાઈ જાય છે, કયારેક – ક્યારેકતો વાહન ચાલકોને ઢીંકે ચડાવીને ઈજાગ્રસ્ત કરે છે અને વાહનોને નુકસાન પણ કરે છે.ધારી શહેરમાં રેઢીયાર ઢોરની સમસ્યાથી લોકો ત્રાહીમામ થઈ ઉઠ્યા છે, અડીંગો જમાવીને રોડની વચ્ચે બેસી રહેતા ઢોરના કારણે ટ્રાફિકનો પ્રશ્ર્ન પણ ઉપસ્થીત થાય છે, સ્કુલે જતા બાળકોને પણ રેઢીયાર ઢોરની ખુબજ બીક રહે છે.રેઢીયાર પશુઓનાં ત્રાસ સામે કાયમી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવીને નિરાકરણ કરવા જીલ્લા કલેક્ટરશ્રીને લેખીતમા ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણીએ રજુઆત