ધારીમાં ઠંડીએ વૃધ્ધનો ભોગ લીધો વૃધ્ધ સાધુનું ઠંડી લાગવાથી મૃત્યું

  • અમરેલી જિલ્લામાં સોકરડા બોલાવતી ઠંડી
  • ઠાકરદાસબાપુ નામના વૃધ્ધનું ઠંડીમાં ઠુંઠવાઇ જતા મોત

અમરેલી,
ધારીમાં તા.29-12 ના અયુબખાન મહંમદખાન દુરાનીએ ધારી પોલીસમાં જાહેરાત આપેલ કે જુના બસ સ્ટેન્ડ ખાતે છેલ્લા બે ત્રણ દિવસથી એક સાધુ આવેલ હોય જેમને ઠાકરદાસ બાપુ તરીકે લોકો બોલાવતા હતા તેમનું ઠંડી લાગવાના કારણે ધારી સરકારી દવાખાને લઇ જતા મૃત્યુ થયેલ છે અને તપાસ કરતા આ લાશ વણ ઓળખાયેલ પુરૂષની લાશ આશરે 75 વર્ષની ઉમર જેણે શરીર ઉપર સફેદ કલરની બંડી માથે જરસી તથા નીચે ધોતી પહેરેલ છે. અને તેના વાલી વારસ મળી આવેલ નથી જો આ લાશને કોઇ ઓળખ કે વાલી વારસ હોય તો ધારી પોલીસ સ્ટેશન 02797 225033 નો સંપર્ક સાધવા પીએસઆઇ એચ.જી. ગોહિલે જણાવેલ છે.