ધારીમાં તાલુકા કક્ષાનું દુધ સંઘનું સહકારી સંમેલન યોજાયું

  • અમર ડેરી દ્વારા પશુપાલકોને વેટરનરી કીટ વિતરણ સાથે શ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષસ્થાને શ્રી અશ્ર્વિન સાવલીયાના નેતૃત્વમાં
  • શ્રી દિલીપભાઇ સંઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલ સંમેલનમાં પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા,શ્રી ધનસુખભાઇ ભંડેરી, સાંસદશ્રી કાછડીયા, પુર્વમંત્રીશ્રી બાવકુભાઇ ઉંધાડ,શ્રી મનસુખ ભુવા, શ્રી બાલુભાઇ તંતી, શ્રી જેવી કાકડીયા, શ્રી હિરેન હીરપરા, શ્રી કૌશીક વેકરીયા, શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી ભાવનાબેન ગોંડલીયા, શ્રી કાંતીભાઇ સતાસીયા, શ્રી રમણીકભાઇ સોજીત્રાની ખાસ ઉપસ્થિતી

ધારી,
ધારીમાં દેશના વરિષ્ઠ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં તેમના માર્ગદર્શન હેઠળ અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાના નેતૃત્વમાં દુધ સંઘની મંડળીઓનું સંમેલન યોજાયુ હતુ.
ધારી ખાતે યોજાયેલા આ સંમેલનમાં સોસિયલ ડિસ્ટન્ટ સાથે ધારી તાલુકાની સહકારી સંસ્થા તથા ડેરી સંચાલકો ના હોદેદારો ની બેઠક મળી હતી જેમાં અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને સીટના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઈ ભંડેરી, સાંસદશ્રી નારણભાઇ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા, પૂર્વ ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, શ્રી બાલુભાઈ તંતી, શ્રી બાવકુભાઈ ઉંધાડ અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિન ભાઈ સાવલિયા, એમડી શ્રી ડો. આર.એસ.પટેલ, ભાવનાબેન ગોંડલીયા, શ્રી કાંતીભાઇ સતાસીયા, શ્રી રમણીકભાઇ સોજીત્રા, શ્રી જેન્તીભાઈ પાનસૂરિયા, શ્રી દીપકભાઈ માલાણી, જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ કાનાણી, શ્રી રવુભાઈ ખુમાણ, શ્રી કૌશિકભાઇ વેકરિયા તથા ધારીના આગેવાનો તેમજ તમામ પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો જ્ઞાતિ આગેવાનો, સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ તમામ કાર્યકતાઓ હાજર રહેલા હતા સાથે અમર ડેરી તરફથી વેટરનરી કીટ વિતરણ કરવામાં આવેલ હતી.