ધારીમાં દારૂના વેપારીઓએ ધંધા માટે નવતર પધ્ધતિ શોધી કાઢી

  • એસપીશ્રી નિર્લિપ્ત રાયની ધાકને કારણે
  • ધારીમાં દારૂ વેચવામાં વેપારીઓ દ્વારા સગીર વયના બાળકોનો ઉપયોગ સામે આવ્યો : ખળભળાટ

અમરેલી,
અમરેલી જિલ્લામાં શ્રી નિર્લિપ્ત રાયની કરડી નજરને કારણે અને તેમની ધાકને કારણે દારૂના વેપારીઓ બીજા ધંધા તરફ વળી ગયા છે પરંતુ કેટલાક રીઢા વેપારીઓએ દારૂ વેચવાની નવી પધ્ધતિ શોધી કાઢી છે જેમાં કોઇને શંકા પણ ન જાય આવો એક કેસ ધારીમાં શોધી કાઢયો હતો.
ધારીમાં પોલીસમેન જયંતીભાઇ વાઘેલાએ વાઘાપરા વિસ્તારમાં ખોડીયાર ડેમના કાંઠેથી મુછનો દોરો પણ ન ફુટયો હોય તેવા એક તરૂણને 50 કોથળી દારૂ સાથે પકડી પાડયો હતો ધારીના પશુ દવાખાના પાસે રહેતો આ બાળક સગીર હોવા છતા હીરા ઘસવાનું કામ કરતો હતો તેમને રોજના 200 રૂપીયા પ્રમાણે મહેનતાણુ આપી ધારીનો મહેન્દ્ર બહાદુરસિંહ ઝાલા નામનો શખ્સ દારૂ વેચવા માટે ઉભો રાખતો હતો પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ આ બાળક અને તેને આ અસામાજિક પ્રવૃતિમાં ધકેલનારા મહેન્દ્ર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.