ધારીમાં નેશનલ લોક અદાલત યોજાઈ

ધારી,

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તાલુકા કાનુની સેવા સમીતી ધારી દ્વારા નેશનલ લોક અદાલત યોજાઈ હતી.જેમાં દિપ પ્રાગ્ટય બાદ લોક અદાલત શરૂ થઈ હતી. ધારીના જજ શ્રી તથા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ આર.એલ.જાડેજા તથા એ.એન.પરમાર અને ધારી બારએસોના વકીલો તથા પોલીસ અધિકારી સ્ટાફ હોમગાર્ડ, જીઆરડી તથા પીજીવીસીએલ કર્મઓ તથા બેન્ક કર્મઓની ઉપસ્થિતીમાં લોક અદાલત માં સીવીલ દાવાઓનો સમાધાન થી નિકાલ કરવામાં આવેલ તથા ફોજદારી કેસો અને ભરણ પોષણના કેસોનો સમાધાનથી નીકાલ કરવામાં આવેલ છે લોન લીધ્ોલ હોય અને ચડત વ્યાજ બેન્ક સરભર કરીને પતાવટ કરવામાં આવેલ છે. પ્રીલીટીગેશનનાં કેસોનો નિકાલ કરેલ છે આમ વિવિધ કેસોનો સમાધાન તથા એન્સીડંટથી નીકાલ કર્યાનું જણાવ્યું .