ધારીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી,
ધારી પ્રેમપરામાં રહેતા નિશીતાબેન બંકીમચંદ્ર દેસાઇ ઉ.વ.39ના પતિ છેલ્લા ત્રણ-ચાર માસથી કામ ધંધા માટે ધારી આવેલા. પતિને પત્નીીએ જણાવેલ કે આપણે કામધંધો ચાલતો ન હોય. જેથી બાપુજીને કહો કે પૈસા મોકલે તેમજ જમીન જાયદાદમાં આપણે ભાગ આપે. જેથી પતિએ હું વાત કરીશ તેવુ જણાવતા નિશીતાબેન લાગી આવતા રૂમમાં ચુંદડી વડે પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યાનું પતિ હરીલાલ દાનભાઇ દેસાઇએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.