ધારીમાં પ્રૌઢનુ ઝેરી દવા પી જતા મોત

અમરેલી, ધારી પ્રેમપરામા રહેતા જયસુખભાઇ ભીમજીભાઇ દાફડા ઉ.વ.35 ને યણ માસ પહેલા વિજશોક લાગવાથી તબીયત સારી રહેતી ન હોય અને કોઇ કામધંધો ન મળતા ઘણી વખ્ત મોટાભાઇ કાંતીભાઇ મદદ કરતા હતા.પરિવાર ઘણો મોટો હોય કામ ધંધો ન મળતા ઝેરી પાવડર પી જતા પ્રેમપરા ડેમ કાઠે બેભાન હાલતમાં મળી આવતા બાજુમાં ઝેરી દવા પડેલ હોય જેથી તેમને દવાખાને લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાનુ મોટાભાઇ કાંતિભાઇ દાફડાએ ધારી પોલીસ મથકમાં જહેર કરેલ છે.