ધારીમાં ભાજપનું પાસુ પલટતા પાટીલ

  • આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય પર્વ દશેરાના દિવસે ધારી આવી
  • સૌ પ્રથમવાર પ્રદેશ પ્રમુખ બન્યા બાદ અમરેલીની ધરા ઉપર એરપોર્ટ ખાતે શ્રી સી.આર.પાટીલજીનું ભવ્ય સ્વાગત:અમરેલીમાં પ્રદેશ પ્રમુખનાં આગમનથી કાર્યકરોમાં અનેરો ઉત્સાહથનગનાટ : દિલીપભાઇ સંઘાણી, નારણભાઇ કાછડીયા, કાળુભાઇ લુણસર, કાળુભાઇ વિરાણી સહીત આગેવાનોની ઉપસ્થિતિ

 

અમરેલી,
અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયુ છે કે પ્રદેશ ભાજપનાં પ્રમુખ શ્રી સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સૌ પ્રથમવાર અમરેલી આવતા જિલ્લા ભરનાં કાર્યર્ક્તાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો અમરેલી એરપોર્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જિલ્લાભનાં અસંખ્ય કાર્યર્ક્તાઓ અમરેલી એરપોર્ટ ખાતે ઉમટી પડયા હતા. શ્રી સી.આર.પાટીલનાં ભવ્ય સ્વાગત બાદ તેઓ ધારી મુકામે બુથ નં. 120 અને 121 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત નો કાર્યક્રમ સાંભળ્યો હતો. જેમાં સોશીયલ ડીસ્ટન્સ અને સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે ધ્યાન રખાયું હતું.
ધારી ખાતે યોજાયેલ મન કી બાત કાર્યક્રમમાં બુથ નં.120 અને 121નાં બુથના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ત્યાર બાદ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ધારી ખાતે લીઓનીયા હેરીટેઝ રીસોર્ટમાં સંગઠાત્મક બેઠકો કરી હતી. જેમાં પ્રત્યેક્ષ ગામ સુધી, પ્રત્યેક બુથ સુધી દરેક સમાજ સુધી કાર્યકરોને સરકારની સેવાનો લાભ આપવા મકકમ નિધ્ધાર કરવા જણાવ્યું હતું. જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મજબુત કરવા દરકે કાર્યર્ક્તા કામે લાગે અને પુરી મહેનત અને ખંતથી આયોજન પૂર્વક કામ કરે તે માટે તકેદારી રાખવા જણાવ્યું હતું. વધુમાં પ્રદેશ અધ્યક્ષશ્રી પાટીલએ જણાવ્યું હતુ કે, દરેક બુથમાં પેઈઝ પ્રમુખ, પેઈઝ કમિટી બનાવી પેઈઝ કમિટીનાં સદસ્યો દરેક પેઈઝમાં વસતા કુટુંબો સાથે સંપર્ક કરી તેમનું મતદાન કરાવે તો પાર્ટીની જિત નિશ્ર્ચત થઈ જશે.
પ્રદેશ અધ્ક્ષયશ્રી સી.આર.પાટીલનાં આગમનથી અમરેલી જિલ્લાનાં કાર્યર્ક્તાઓમાં એક અનેરો ઉત્સાહ અને એક નવી ઉર્જાનું સિંચન થયું છે.ઉપસ્થિત દરેક કાર્યર્ક્તાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીને ખાતરી આપી હતી. આગામી તમામ ચુંટણીઓ ગામ ગામ સુધી, બુથ બુથ સુધી દરેક પેઈઝના કુંટુબોનો સંપર્ક કરી તેમનું મતદાન કરાવે. ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં અમરેલ જિલ્લો પણ ક્યાંય પાછળ નહી રહે.ધારી વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત ધારી તાલુકાના ગામો મા ઉમેદવાર શ્રી જે.વી કાકડિયા સાથે ગ્રામજનો, આગેવાનોની શુભેચ્છા લઈ બેઠક કરી ભાજપા ઉમેદવાર શ્રી જે.વી કાકડિયા ને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે લોકોને અપીલ કરી હતી અને આ બેઠકમાં હાજર રહયા હતા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર પાટીલ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અમરેલી ના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા સાવરકુંડલા ના પૂર્વ ઘારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી શેલણા સરપંચ શ્રી કાળુભાઈ લુણસર સહિતના અસંખ્ય કાર્યકરો સાથે રહયા હતા. શ્રી પાટીલના આગમનથી ધારી બેઠક ઉપર ભાજપના ચુંટણી ચિત્રમાં પાસુ પલટાઇ ગયુ છે કાર્યકરો ચેતનવંતા થઇ ગયા છે.