ધારીમાં ભાજપ માટે મહિલા શક્તિ મેદાનમાં આવી

  • ઇતિહાસમાં પહેલી વખત જ શ્રીમતી ગીતાબેન સંઘાણી અને કુ.ભાવનાબેન ગોંડલીયા દ્વારા આજથી ભાજપ માટે નગારે ઘા
  • 29મી એ બગસરા ખાતે પધારી રહેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અભિવાદન માટે બહેનોને હજારોની સંખ્યામાં ઉમટી પડવા માટેનું આહવાન
  • મહિલા સહકારી આગેવાન ભાવનાબેન ગોંડલીયા અને ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના ચેરમેન ગીતાબેન સંઘાણીના નેતૃત્વમાં હજારો બહેનો ઉમટશે

અમરેલી,
ધારીમાં ભાજપના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાને જીતાડવા માટે મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ ની સતત ચિંતિત સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સભામાં મહિલાઓને ઉમટી પડવા ગીતાબેન સંઘાણી તથા ભાવના ગોંડલીયાએ આહવાન કરી મહિલા શક્તિને મેદાનમાં આવવા અપીલ કરી છે.
ધારી વિધાનસભાની પેટાચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે તારીખ 29 ના રોજ મહિલાઓના સર્વાંગી વિકાસની સતત ચિંતા કરતા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બગસરાની પાવન ભૂમિ પર આવી રહ્યા છે ત્યારે મહિલાઓ બહોળી સંખ્યામાં એમના અભિવાદન ઉમટી પડે તેવી અપીલ કરતા મહિલા સહકારી આગેવાન ભાવનાબેન ગોંડલીયા તેમજ ગુજરાત મહિલા ક્રેડિટ સોસાયટી ગીતાબેન સંઘાણીએ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા મહિલા ઉત્કર્ષ સહાય યોજના જાહેર કરવામાં આવી જેમાં મહિલાઓ માટે વગર વ્યાજે ધંધા-ઉદ્યોગ કરવા માટે લોન આપવાનું ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો આ ઉપરાંત સરકાર શ્રી ના માધ્યમથી વિધવા પેન્શનમાં 400 રૂપિયાનો વધારો કરી ગંગાસ્વરૂપ બહેનોને સહાય આપી, મહિલાઓને ગૌરવ તેમજ નક્કર દિશામાં કામગીરી કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કરવા માટે મહિલાઓ ઉમટી પડે એ માટે અપીલ કરવામાં આવે છે સરકાર દ્વારા વાલી દિકરી મહિલા સ્વાવલંબન યોજના મહિલા જાગૃતિ શિબિર દીકરીના જન્મથી લઈને મૃત્યુ સુધી તમામ સહાય મળી રહે એવી ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે ત્યારે તારીખ 29 /10 /2020 ના રોજ બગસરા ખાતે બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે.