ધારીમાં મળેલી યુવતીની લાશની ઓળખ મેળવવા પોલીસના પ્રયાસો

અમરેલી, ગઇ કાલે ધારીની મામલતદાર કચેરીના પાછળના ભાગમાં મળેલી 30 વર્ષથી યુવતીની લાશમાં તેના મોતનું પ્રાથમિક કારણ લાશ કહોવાય ગયેલી હોવાના કારણે સામે નથી આવ્યુ તેના માટે ડીએનએ તથા વિશેરા જેવી સાયન્ટીફીક તપાસ ચાલુ હોવાનું તપાસનીશ અધિકારીશ્રી એન.એ.વાઘેલાએ જણાવ્યુ હતુ.મરનાર કોણ છે તે જાણવા માટે તેમના ફોટોગ્રાફસ મિડીયામાં વહેતા કરાયા છે આ લાશ જે રીતે કહોવાય ગયેલી હોય તે જોતા પાંચેક દિવસથી લાશ પડી હોય તેવી શક્યતા છે તેણીનું પર્સ ખાલી હાલતમાં મળ્યુ છે આજના સમયમાં મોબાઇલ અનિવાર્ય હોય છે તે મોબાઇલ પણ મળ્યો ન હોય પોલીસ દ્વારા જીણવટભરી તપાસ ચાલી રહી છે અને આ યુવતીના કપડા ઉપરથી જો કોઇ તેમને ઓળખતુ હોય કે જાણતુ હોય કે તેને જોયેલ હોય તો ધારી પોલીસ સ્ટેશન ફોન નં.02797 225033 નો સંપર્ક કરવા તપાસનીશ અધિકારી પીએસઆઇ શ્રી વાઘેલાએ જણાવ્યુ છે.