ધારીમાં યુવતીનું 20 દિવસ પહેલા તેના સગા બનેવીએ અપહરણ કર્યુ

અમરેલી,
ધારીમાં રહેતી યુવતીને તા.15/12/22 થી તા.4/1/23 સુધી તેના બનેવી સુનિલ ગોપાલભાઇ વાઘેલાએ યુવતી સાથે લગ્ન કરવાના ઇરાદે હિતેષ કાંતીભાઇ વાઘેલાની મદદ લઉ પોતાના બાઇકમાં બેસાડી ધારી હરીકૃષ્ણનગરથી સ્વામીના ગઢડા એક ગોૈશાળામાં ગોંધી રાખી લગ્ન કરવા માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી લગ્ન કરવા સમર્થ ન થતા તા.4/1/23 ના સ્વામીના ગઢડા મુકામે મોત નિપજાવવાના ઇરાદે વલકુ નારૂભાઇ વાઘેલાએ યુવતીના પાછળથી બંને હાથ પકડી રાખી આરોપી બનેવી થતા સુનીલ ગોપાલભાઇ વાઘેલાએ બળજબરીપુર્વક કોઇ ઝેરી દવા પીવડાવી મોત નિપજાવવાની કોશીષ કરી એકબીજાએ મદદગારી કર્યાની ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ બનાવની તપાસ પી.આઇ.વી.બી.દેસાઇ ચલાવી રહયા છે.