ધારીમાં લાઇબ્રેરી ચોક પોલીસ ચોકીનું રેન્જ આઇજી શ્રી યાદવ દ્વારા લોકાર્પણ

  • લોકાર્પણ સમારોહમાં દાતાશ્રી કે.કે.લીંબાચીયાએ આઇજીશ્રી યાદવનું સન્માન કર્યુ

ધારી,
ધારીનાં લાઇબ્રેરી ચોકમાં પોલીસ ચોકીનું ઉદ્દઘાટન રેન્જ આઇજી શ્રી યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ ચોકીનાં મુખ્ય દાતા બ્રિજ કન્ટ્રક્શનનાં કે.કે.લીંબાચીયાએ શ્રી યાદવનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું. વેપારી આગેવાનો ભવસુખભાઇ વાઘેલા, શરદભાઇ કંસારા સહિત વેપારીઓ હાજર રહ્યાં હતાં. ધારીનાં પીએસઆઇ શ્રી વાઘેલા તેમજ શ્રી ગોહિલ, શ્રી અરવિંદભાઇ અમરેલીયા, એએસઆઇશ્રી ચૌધરી અને સ્ટાફે સુંદર આયોજન કર્યુ હતું. એસપીશ્રી નિર્લિપ્ત રાય, એએસપીશ્રી અભય સોની, સાવરકુંડલાનાં ડીવાયએસપી કે.જે.ચૌધરી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.