ધારીમાં લાખાપાદરમાં ઝેરીદવા પી જતા પ્રૌઢાનું મોત

અમરેલી,
ધારી તાલુકાના લાખાપાદર ગામે રહેતી દયાબેન ભીમભાઇ દાફડા ઉ.વ.42ને બે દિવસ પહેલા પતિએ મનસુખ હિરા પરમાર સાથે કામે જવાની ના પાડી ઠપકો આપેલ. જેથી સારૂ નહિ લાગતા પત્નીએ કહેલ કે હું બે થી ત્રણ દિવસમાં બતાવી દઇશ. બાદ તા.1/3ના રોજ સવારે કુદરતી હાજતે લાખાપાદરના સમઢીયાળા જવાના રોડે જઇ પોતે પોતાની મેળે ઝેરી દવા પીજતા મોત નિપજ્યાનું પતિ ભીમભાઇ દાફડાએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.