ધારી,
છેલ્લા અઠવાડિયા થી વીજળીના ધાંધિયા ગામના નાના મોટા વેપારીઓ સહન કરી રહ્યા છે દર ગુરૂવારના દિવસે મેન્ટેનન્સ માટે કાપ હોવા છતાં અવાર નવાર દિવસે અને રાત્રે વીજળી ગુલ થઈ જાય છે તહેવારનો સમય હોવાથી વેપારીઓને તથા હીરા ઉદ્યોગને માઠી અસર થાય છે અવાર નવાર રજૂઆતો કરવા છતાંય તંત્ર ધ્યાન દેતું નથી આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો બજરંગ ગ્રુપ. ચેમ્બર ઓફ કોમર્સ. વેપારી મહામંડળ. અનાજ કિરાણા એસોસિએશન. પાન બીડી એસોસિએશન. હીરા ઉદ્યોગ. સહિતના તમામ વેપારી મિત્રો દ્વારા મંગળવારે આવેદન આપી વિરોધ કરવામાં આવશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશ પટ્ટણી ની યાદી જણાવે છે.