ધારીમાં સરકારી જમીનો હડપ કરનાર ઉપર પગલા : દબાણો હટાવાશે

ધારી,
ધારીનાં પ્રાંત અધિકારી ધારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ધારીમાં સરકારી જમીનો હડપ કરનાર ઉપર પગલા લઇ દબાણો હટાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો.ધારી તળમાં જુદા જુદા ખાતા હસ્તકની જમીનો ઉપર ધંધાદારી હેતુ માટે કરાયેલા દબાણો હટાવવા માટે મળેલ બેઠકમાં સાવરકુંડલાનાં ડીવાયએસપી શ્રી હરેશ વોરા, ધારીના મામલતદાર શ્રી લુણાગરીયા, ધારીના પીઆઇ, પીજીવીસીએલ, ટીડીઓ, ગ્રામ પંચાયત, સેક્રેટરીની મહત્વની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે કે તા.18 નાં ધારીમાં થયેલા દબાણોનો સર્વે કરવામાં આવશે અને તેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ હોવાનું પણ જાણવા મળેલ .