ધારીના પીએસઆઇશ્રી એન.એ.વાઘેલાના રક્ષણ હેઠળ સિંચાઇ વિભાગની વર્ષોથી દબાવી દેવાયેલી જમીન ઉપરનું દબાણ હટાવવા માટે ડીમોલીશન કરવામાં આવ્યું
પોલીસની કામગીરીથી જનતા ખુશ : એસપીશ્રી નિર્લિપ્ત રાયને અભિનંદન પાઠવી શ્રી સંજય ધાણકે લોકોને પોલીસની મદદ લેવા અને કરવા માટે અનુરોધ કર્યો
અમરેલી,અમરેલી જિલ્લામાં એસપીશ્રી નિર્લિપ્ત રાયની કામગીરીને કારણે આઝાદીના ઇતિહાસમાં પહેલી જ વખત કાયદો કોને કહેવાય તે અનુભવ્યુ છે અને સાથે સાથે આજે ધારીમાં પણ લોકોએ કડક કાયદો અને વ્યવસ્થા કોને કહેવાય તેનો દાખલો જોયો હતો આજે ધારીમાં સરકારી જમીન ઉપર બુટલેગરો દ્વારા કરાયેલુ દબાણ પોલીસ દ્વારા હટાવાયુ હતુ. ધારીના પીએસઆઇશ્રી એન.એ.વાઘેલાના રક્ષણ હેઠળ સિંચાઇ વિભાગની વર્ષોથી દબાવી દેવાયેલી જમીન ઉપરનું દબાણ હટાવવા માટે ડીમોલીશન કરવામાં આવ્યું હતુ અહીં બુટલેગરો દ્વારા એક મઢ તથા રહેવા મકાન અને બીજા એક મકાનની પ્લીંભ તૈયાર કરાઇ હતી સરદારનગર પાછળનો ખોડીયાર ડેમ કાંઠાના આ વિસ્તાર સિંચાઇ વિભાગની માલીકીનો હતો ફરાર બુટલેગરની શોધ ખોળ વચ્ચે પોલીસ દ્વારા આજે આ મઢ મકાન અને પ્લીંથ પાડીને પાદર કરી દેવામાં આવી હતી અને પોલીસની કામગીરીથી જનતા ખુશ છે સાથે સાથે એસપીશ્રી નિર્લિપ્ત રાયને અભિનંદન પાઠવી જાણીતા ઉદ્યોગપતિ અગ્રણી શ્રી સંજય ધાણકે લોકોને પોલીસની મદદ લેવા અને કરવા માટે અનુરોધ કર્યો છે.