ધારીમાં સિંહે બળદનું મારણ કરી મિજબાની માણી: વીડિયો વાયરલ

અમરેલી,
અમરેલી જિલ્લાના ધારીના ડાંગાવદર પર એક સિંહે બળદનુ મારણ કરી મિજબાની માણતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહૃાો છે. વીડિયો મુજબ સિંહે ડાંગાવદર રોડ પર બળદનુ મારણ કર્યું હતું. જે બાદ કલાકો સુધી મિજબાની માણી હતી. આ સાથે જ સિંહના ગળામાં આઈડી કોલર પણ જોવા મળ્યું હતું.
મહત્વનું છે કે સિંહો શિકારની શોધમાં ઘણી વખત જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં આવી ચડતાં હોય છે. ત્યારે આજે વહેલી સવારે એક સિંહ ધારીના ડાંગાવદર રોડ પર ચડી આવ્યો હતો. રસ્તા પર રઝળતા બળદનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. હાલ તો સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.