ધારીમાં સોના ચાંદીની છેતરપીંડી કરાઈ

અમરેલી,
ધારી સ્વામિનારાયણ મંદિરે સુરતના શૈલેષભાઈ છગનભાઈ ઉંધાડે પુર્વ આયોજીત કાવતરું રચી ધારીના વેપારી દિવ્યકુમાર જીતેન્દ્રભાઈ સિધ્ધપુુરા ઉ.વ. 28 ને વિશ્ર્વાસમા લઈ ધારી સ્વામિનારાયણ મંદિરે ભગવાનની મુર્તિની તુલા કરવાનું બહાનું કરી દિવ્યકુમાર પાસેથી ચાંદીના ચોરસા અલગ અલગ વજનના 6 ચોરસા કુલ રૂ/-1,98,000 તથા સોનાના ચાર બિસ્કીટ રૂ/-6,10,000 તથા બીજું બિસ્કીટ 50 ગ્રામનું રૂ/-3,05,000 તથા બીજા બે 10 ગ્રામના બિસ્કીટ આશરે રૂ/-1,22,000 મળી કુલ રૂ/-12,35,000 ના મુદામાલની છેતરપીંડી કરી નાસી ગયાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. જે.પી. ગઢવી ચલાવી રહયા