ધારીમાં 24મીએ ડીમોલીશન : બુલડોઝર ફરી વળશે

અમરેલી

ધારી તળપદમા નેશનલ હાઈવે,માર્ગ મકાન વિભાગના રોડ, સિંચાઈ, ગ્રામ પંચાયત, એસ.ટી સ્ટેશન પીજીવીસીએલ સહિત તમામ સરકારી ખાતાની માલીકીની જમીન ઉપરના 700 જેટલા ગેરકાયદેસર દબાણો નું મેગા ડીમોલેશન 24/4/2023ને સોમવાર સવારના 7.00થી હાથ ધરવા માટે સબડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી ધારી શ્રી ગોવિંદજી મહાવદીયાના અધ્યક્ષ સ્થાને ડીવાયએસપી શ્રી હરેશ વોરાની હાજરીમા તમામ ખાતા અધિકારીગણ સાથે બેઠક યોજવામા આવી હતી. આ માટે પોલીસ ખાતા દ્વારા રવિવાર તા.23/4ના રોજ સાંજે 5.00 વાગ્યે ફલેગ માર્ચ થશે.આ કામગીરીમા કુલ 8,જેસીબી, 10 ટ્રેક્ટર 50 મજૂરો રહેશે. કાયદો વ્યવસ્થા માટે ડીવાયએસપી શ્રી વોરાની આગેવાનીમા એક વધારાના ઘઅજ,3 પી.આઈ.,21 પી એસ આઈ.400 હથિયાર ધારી પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમા તહેનાત રહેશે.