ધારી અને સમઢીયાળા-1માં બે પ્રોૈઢનાં ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
ધારી નવી વસાહતમાં રહેતા જાહીદભાઇ, રજાકભાઇ સોલંકી ઉ.વ.42 ને કોઇ કામધંધો ન હોય.જેથી પોતાને લાગી આવતા ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પિતા રજાકભાઇએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.જયારે બીજા બનાવમાં ડુંગરના સમઢીયાળા-1 ગામે રહેતા બચુભાઇ રાણાભાઇ મકવાણા ઉ.વ.50 ના દિકરાના લગ્ન કરવાના હોય.આર્થીક સ્થિતિ નબળી હોય જેથી ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પુત્ર હરેશભાઇ મકવાણાએ ડુંગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.