અમરેલી,
અમરેલી જિલ્લામા જિલ્લા પંચાચત વહીવટીતંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગૌચર જમીન પરના દબાણ હટાવવા માટે સમિતિની રચના કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પંચાયતથી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ) અને ચીટનીશશ્રી (જમીન દબાણ)ના નેતૃત્વમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા તાલુકાની ટીમ બનાવી ગ્રામ પંચાયત મારફતે વિવિધ ગામોમાં ગૌચર દબાણો દૂર કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું.આ અભિયાન અંતર્ગત ધારી તાલુકાના ગામ ગરમલી ચરખા, પાણીયાદેવ, મીઠાપુર ડુંગરી અને ગીગાસણ ના કુલ 17 દબાણદારો તથા કુકાવાવ તાલુકાના લુણીધાર અને નાજાપુર ગામોમાં 10 દબાણદારો અને ધારી રાજુલા તાલુકાના રાજપરડા ગામના ગૌચરના 06 દબાણો એમ કુલ 33 દબાણદારોનુ એકંદર કુલ 13.71.02 હેક્ટર જમીનમાંથી ગૌચર દબાણ દુર કરવામાં આવ્યુ. હજુ પણ તંત્ર દ્વારા ગૌચર પરના દબાણો દુર કરવા કાર્યવાહી યથાવત રહેશે, તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ) જિલ્લા પંચાયત, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.