ધારી કોળીપા શેરીમાં દિપડો આવી ચડયો

  • રોષિત લોકોએ ડીએફઓને રજુઆત કરી

ધારી, ધારી મેઈન બજાર કોળીપા શેરીમાં આજે 29/1/21 ના રોજ વહેલી સવારે લગભગ 4 કલાકની આસપાસ દિપડો ઘુસી આવેલ હતો. આજુબાજુના રહેવાસીઓ દ્વારા પડકારવામાં આવયા દિપડો ગાયબ થઈ ગયેલ અગાઉ પણ પ્રેમપરાના પુલ પાસે આવેલ પ્રેમવતી ની આસપાસ દિપડાએ દેખા દિધી હતી. ત્યારે આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવામાં આવે કારણ કે રહેવાસી વિસ્તારમાં દિપડાએ દેખા દેતા રહેવાસીઓમાં ભય ની લાગણી ફેલાયેલ ત્યારે તાત્કાલીક યોગ્ય કરવા વિનંતી તેમ બજરંગ ગ્રુપ ધારીના પ્રમુખ પરેશ પટણીની યાદીમાં જણાવેલ છે.