- ધારી બેઠક ઉપર લોકોએ સ્વયંભુ ભાજપ તરફી વાતાવરણ સર્જી દીધુ છે : શ્રી ધનસુખ ભંડેરી
- આગામી વિધાનસભાની પેટા ચુંટણી માટે ભાજપ દ્વારા અત્યારથી જ આયોજન વેગવંતુ
- ભાજપનાં દિગ્ગજ નેતાઓ શ્રી જાડેજા, શ્રી ભંડેરી, શ્રી સંઘાણી, શ્રી કાછડીયા, શ્રી વઘાસીયા, શ્રી ઉંધાડ, શ્રી સોલંકી, શ્રી હીરપરા ,શ્રી તંતી અને ભુવાની ઉપસ્થિતિ
- ધારી, બગસરા વિધાનસભા મત વિસ્તારનાં આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યાં
અમરેલી,
ધારી – બગસરા વિધાનસભાનાં પડઘમ વાગી રહયા છે. ત્યારે ભાજપ દ્રારા આગામી ચુંટણી ની તૈયારીનાંભાગ રૂપે ધારી અને ખાંભા તાલુકાના મુખ્ય કાર્યર્ક્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ. ભાજપનાં દિગ્ગજઆગેવાન એવા ગુજ2ાત રા જયનાં મંત્રી અને અમરેલી જિલ્લાનાં પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, ગુજરાતમ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન અને ધારી વિધાનસભાનાં ઈન્ચાર્જશ્રી ધનસુખભાઈ ભંડેરી, રાષ્ટ્રીય સહકારી નેતા ગુશ્રી દીલીપભાઈ સંઘાણી, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરા , પૂર્વ રા.ક઼મંત્રીશ્રી વી.વી.વઘાસીયા, ધારાસભ્યશ્રી બાવકુભાઈ ઉંધાડ, હીરાભાઈ સોલંકી, મનસુખભાઈભુવા, બાલુભાઈ તંતી, ધારી વિધાનસભાનાં પૂર્વ ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, જિલ્લા પંચાયતનાં વિપક્ષ નેતાશુકલભાઈ બલદાણીયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી ભુપતભાઈ વાળા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રીતેશ સોની, મંત્રીશ્રી ભરત વેકરીયા,હીતેશ જોષી, મધુબેન જોષી, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી જયરાજ વાળા તેમજ આ કાર્યક્રમમાંતાલુકા ભાજપ પ્રમુખ જીતુ જોષી, મહામંત્રી અશ્ર્વિન કુજડીયા, વિપુલ બુહા, ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલશેલડીયા, મહામંત્રી અરવિંદ ચાવડા, દુલાભાઈ તરસરીયા, ચલાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખ ગેડીયા,મહામંત્રી અને ચલાલા નગરપાલીકનાં પ્રમુખ હીમંતભાઈ દોંગા, પ્રકાશભાઈ કારીયા તેમજ તાલુકા અને શહેરનાં હોદેદારશ્રીઓ, કાર્યર્ક્તાઓ, તાલુકા પંચાયત, નગરપાલીકાનાં તમામ સભ્યશ્રીઓ હાજર રહેલ હતા.