- ગીર પંથકમાં અનરાધાર વરસાદ
- શેત્રુંજી ગાંડીતુર જીવનમુક્તેશ્વર મહાદેવના પુલ પર પુરના પાણી ફરી વળ્યા
ધારી,
ધારીના ગીર વિસ્તારમાં ગઈ રાત્રીના પડેલ વરસાદના કારણે શેત્રુંજી ગાંડીતુર બની વહેતા છલોછલ ખોડીયાર ડેમના ફરી ચાર દરવાજા અઢી-અઢી ફુટ ખોલવા પડ્યા છે.
ગઇરાત્રે ગીરના જંગલમાં અને ગીરબોર્ડર પરના ગામડાઓમાં આખી રાત મેઘાએ ધમરોળતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે ધારી શહેરમાંથી પસાર થતી શેત્રુંજી નદી ગાંડીતુર બની વહી હતી ધારી અને ઉપરવાસના ગામડાઓમાં 2 – થી – 5 ઈંચ સામટો વરસાદ વરસ્યો છે જેના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવેલ નબાપરાના મુખ પર બિરાજમાન શ્રી જીવનમુક્તેશ્વર મહાદેવ મંદિરના પુલ પરથી નદીના પાણી વહ્યા હતા ડેમના કુલ 4 દરવાજા અઢી-અઢી ફુટ ખોલવા પડ્યા હતા શેત્રુંજી નદીમાં પ્રવાહિત પાણીની આવક પ્રતિસેકન્ડ 5800 ક્યુસેક નોંધાય છે.