ધારી ગીરકાંઠાના ગામોમાં સુપડા ધારે બે થી અઢી ઇંચ વરસાદ પડી જતાં શેત્રુજી નદીમાં ઘોડાપુર આવ્યુ

અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામાં આજે અસહય ઉકળાટ બાદ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. અમરેલી શહેરમાં બપોર બાદ વરસાદનું જોરદાર ઝાપટુ પડી જતાં માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ઉકળાટમાંથી રાહત મેળવી હતી. ધારી શહેરમાં બોપર બાદ જરમાર વારસાદ પડયો હતો. જયારે ગીકાંઠાના દલખાણીયા, સેમરડી, ચાંચઇ, પાણીયા, મીઠાપર, આંબાગાળા, સોઢાપરા સહિતના ગામોમાં સુપડા ધારે બે થી અઢી ઇંચ વરસાદ પડી જતાં ખેતરો બહાર પાણી નીકળી ગયા હતા. અને દલખાણીયામાં આવેલ શેત્રુજી નદીમાં ભારે પુર આવતા ગામ લોકો પુર જોવા માટે એકઠા થયા હતા. સીજનનો પ્રથમ ભારે વરસાદ પડવાથી દલખાણીયા ગામના પીવાના પાણીનો પ્રશ્ર્ન હલ થયો હતો. અને વાવણી ઉપર સારો વરસાદ પડવાથી વાવેતરોને મોટો ફાયદો થશે. સાવરકુંડલા અને કુંકાવાવમાં વરસાદના છાટા પડયાનું અમારા પ્રતિધિઓની યાદીમાં જણાવયુ છે.