ધારી ગીર પંથકમાં બાગાયતીઓની કફોડી હાલત

ધારી, કોરોના સંક્રમણમા ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી સાબીત થઈ રહી છે હાલ કેરીમાં આવરણ સારું આવ્યું છે પણ કેરીની સાઈઝ જે અત્યારે આવવી જોઈએ તેની જગ્યાએ ખાખડી ટાઈપની કેરીઓજ આંબા પર જોવા મળે છે તો કમોસમી વરસાદ ને આંબાને સાનુકૂળ વાતાવરણને અભાવે કેરીઓ ખરી પડતા કેરી પકવતા ખેડૂતો ને ઇજારદારોની આશાઓ પર પાણી ફરવળતું દેખાઈ રહ્યું છે.
અમરેલી જિલ્લાના ગીર પંથકના ધારી ગીરના આંબાના વૃક્ષો આંબા પર હાલ કેરીઓમાં આવરણ ખુબજ સારું જોવા મળી રહ્યું છે પણ કેરીની જે સાઈઝ અત્યારે હોવી જોઈએ તેની જગ્યાએ ખાખડી ટાઇપની કેરીઓજ આંબા પર જોવા મળી રહી છે ત્યારે છેલા 25 દિવસમાં ધારી ગીર પંથકના અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે જેથી આંબા પર કેરીઓ પણ ખરી પડી હોવાથી લોકડાઉનના સમયમાં ખેડૂતોની દશા પણ કફોડી બની છે 100 વિઘામાં કેરીની ખેતીનો પાક ધરાવતા ઇકબાલભાઈ ને લોકડાઉનમાં કેરીનું આવરણ સારું છે પણ કેરીઓ ખરી પડતી હોવાની હૈયાવરાળ ખેડૂત ઠાલવી રહયા છે તો કેરીનો ઇજારો રાખીને ગુજરાન ચલાવતા ખેડૂત પણ યાસીન લલીયા પણ 15 વિઘા નો ઇજારો રાખ્યો છે પણ કમોસમી વરસાદ અને કેરીને સાનુકૂળ વાતાવરણ ના અભાવે મોટાભાગની કેરીઓ ખરી પડી હોવાની ફરિયાદોથી ધારી ગીર પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.