ખાંભા, ખાંભા તાલુકાના તુલસી શ્યામ રેન્જના ભાણીયા વિસ્તારમાંથી તા.19-9 ના સાંજના બાતમી મળેલ કે આ વિસ્તારમાં ચંદનની ચોરી કરવાના ઇરાદાથી અજાણ્યા શખ્સો ફોરવ્હીલ ગાડી સાથે ઘુસેલ હોય તાત્કાલીક સ્ટાફ સાથે આ સ્થળે પહોંચતા ફોરવ્હીલ ગાડીમાં ચાર શખ્સો મળી આવેલ પુછપરછ કરતા તેઓ ચંદન ચોરી કરવાના ઇરાદાથી આવેલ હોય તેવુ કબુલ કરતા ખાંભા કોર્ટમાં રજુ કરવામાં આવેલ અને બે દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવેલ. નાયબ વન સંરક્ષક ગીર પુર્વ વન વિભાગ ધારી રાજદીપસિંહ ઝાલા મદદનીશ વન સંરક્ષક મોબાઇલ સ્કવોર્ડ ઉના એસ.આર. ત્રિવેદીના માર્ગદર્શન તથા સરસીયા સ્કીમ રે.ફો.ઓ.શ્રી દેસાઇના સહકાર હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફીસર આર.ડી. પાઠક દ્વારા તા.19-9 ના શાહરૂખ ફીરદોસઅલી, મહમદ મુબારક, મહમદ શેખ, આમીરખાન ઇશાકખાન પઠાણ, પવન આત્મારામ વર્મા રહે. રાજસ્થાનવાળાને અટક કરી તુલસીશ્યામ રેન્જ કચેરી ખાંભા લાવી પુછપરછ કરતા ગુનો કબુલ કરતા ફોરવ્હીલ આરજે 27સીબી 8767 કબ્જે કરી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની કલમ – 2 (12) બી, 2(15), 2(26), 2(33), 2(35), 2(37), 27(1), 29,31,50,51 અને 52 અન્વયે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.