ધારી ગીર પૂર્વ સિંહો માટે બન્યું કબ્રસ્તાન સમાન,છેલ્લા 3 માસમાં 30 સિંહોના મોત

ધારી, ધારી ગીરપુર્વમાં સિંહોના મોતનો સિલસિલો બંધ થવાનું નામ લેતો નથી અને ધારી ગીર પૂર્વ સિંહોના મોત નું કબ્રસ્તાન બન્યું હોય તેમ છેલ્લા ત્રણ માસમાં ત્રીસ સિંહોના મોત થઈ ચૂક્યા છે ત્યારે વનવિભાગ દ્વારા સિંહોના મોત નો સિલસિલો છુપાવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેમ સમગ્ર મામલો સામે આવ્યા વિના રહેતો નથી જેમાં છેલ્લા 24 કલાકમાં ધારી ગીરપુર્વની અલગ અલગ રેંજ માં ત્રણ સિંહોના મૃતદેહ મળ્યા છે સાવરકુંડલા રેન્જના મિતીયાળા અભ્યારણ્ય વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળ્યો તે એટલી હદે કોહવાયેલો હતો કે તેના હાડપિંજર અને હાડકાઓ જ બચ્યા હતા અને તે ગાંસડીમાં ભેગા કરવા પડ્યા હતા તેનું પીએમ થઈ શકે તેવી પણ કોઈ શક્યતાઓ હતી નહીં ત્યારે રાજુલાના કોવાયા નજીક ત્રણ ચાર દિવસ પહેલા પાંચ વર્ષના સિંહને સારવાર માટે બાબરકોટ એનિમલ કેર હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અને ખાંભા તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં ડંકીવાળા વિસ્તારમાં એક સિંહબાળનું ઇનફાઇટ મોત થયું હોવાનું સામે આવ્યું હતું. વનવિભાગના અધિકારી દ્વારા રેવન્યુમાં અને મીડિયાને સિંહનું મોત થયું એવી ખબર પડી હોય તેવા સિંહોના મોત થાય તો તુરંત મીડિયા ને જાણ કરવામાં આવે છે પરંતુ રોગમાં સિંહ મોતને ભેટે તો કોઈ જાણ કરવામાં નથી આવતી તેના પરથી વનવિભાગનો ઈરાદો ખુલીને સામે આવી ગયો છે સાવરકુંડલા રેન્જ માંથી ગઇકાલે ત્રણ સિંહોને અને ખાંભા રેન્જમાંથી એક કુલ ચાર સિંહો ને રેસ્ક્યુ કરી સારવાર માટે એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઉપરાંત હજુ ઘણાં સિંહ બિમારીથી કણસી રહ્યા હોય તેઓને પકડવા માટેની વન વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ ધારી ગીરપુર્વમાં ચાલી રહી છે છતાં વનવિભાગના અધિકારીઓ સબ સલામત નું ગાણું ગાઈ પોતાનો લૂલો બચાવ કરી સિંહોના મોત નો અને રોગનો સમગ્ર ઘટનાક્રમ પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસોની સિંહ પ્રેમીઓમાં દુ:ખની લાગણી ફેલાઇ હતી